Chapter : હજ
(Page : 263)
સવાલ :– ઝમઝમના પાણીથી વુઝૂ અને ગુસલ કરવું જાઈઝ છે કે નહિ?
જવાબ :– બાવુઝૂ અને પાકીની હાલતમાં બરકત હાસિલ કરવાની નિય્યતથી ઝમઝમના પાણીથી વુઝૂ અને ગુસલ કરવું જાઈઝ છે અને બેવુઝૂ અને ગુસલની હાજતની સૂરતમાં ઝમઝમના પાણીથી વુઝૂ અને ગુસલ કરવાની ગુંજાઈશ તો છે, પરંતુ અદબની વાત એ છે કે પાકી હાસિલ કરવાની નિય્યતથી ઝમઝમના પાણીથી વુઝૂ અને ગુસલ ન કરવું જોઈએ અને નાપાકીથી પાક થવા માટેના ગુસલ કરવાથી તો ખાસ તોર પર બચવું જોઈએ. કારણ કે તેમાં કંઈકને કંઈક હકીકી નાપાકી ધોવા માટે પાણી વપરાય છે. (શામી–૧/૧ર૦, મુ.હુજજાજ – ૩૦૩)
Log in or Register to save this content for later.