[૧૦પ] દૂધમાતાની દીકરી સાથે નિકાહ

Chapter : નિકાહ

(Page : 153)

સવાલ :– અમીનાએ અહમદ હુસેન નામના છોકરાને દૂધ પીવડાવ્યું, ત્યાર પછી અમીનાએ ચોથી સુવાવડે છોકરીને જન્મ આપ્યો. તો હવે આ છોકરીના નિકાહ અહમદ હુસેન સાથે થઈ શકે કે નહિ? જેને અમીનાએ જ નાનપણમાં દૂધ પાધુ હતું.

જવાબ :–  અહમદ હુસેને નાનપણમાં અમીનાનું દૂધ પીધુ હોવાથી અમીના તેની રઝાઈ વાલિદહ (દૂધ મા) થઈ ગઈ છે, એટલે અમીનાની બધી છોકરીઓ અહમદ હુસેનની બહેનો ગણાશે અને તે છોકરીઓમાંથી કોઈ પણ છોકરી સાથે અહમદ હુસેનના નિકાહ હલાલ નથી, ચાહે જે છોકરી સાથે અહમદ હુસેનના નિકાહનો વિચાર હોય તે છોકરીનો જન્મ અહમદ હુસેનને દૂધ પીવડાવ્યા પછી ગમે તેટલી મુદ્દત પછી અને ગમે તેટલી સુવાવડો બાદ થયો હોય, કારણ કે તે છોકરી પણ અહમદહુસેનની રઝાઈ બહેન ગણાશે. (હિદાયહ અવ્વલૈન – ૩૩૧, શામી – ર/૪૦૮)

Log in or Register to save this content for later.