Chapter : નિકાહ
(Page : 145)
સવાલઃ– મારું નામ ઉષ્માન છે, હું મારી દીકરીના નિકાહ ખાલિદ સાથે કરાવવા માંગુ છું, ખાલિદ એક કંપનીમાં સારા પગાર પર કામ કરે છે, ખાલિદના વાલિદ સાહેબ બેન્કમાં મેનેજર તરીકે કામ કરે છે, ખાલિદ હાલ અને નિકાહ પછી પણ પોતાના માં – બાપ સાથે રહેશે, શું હું મારી દીકરીના નિકાહ ખાલિદ સાથે પઢાવું તો કોઈ વાંધો ખરો?
જવાબઃ– હલાલ કમાણીવાળા ભાઈની દીકરી માટે કંપનીમાં નોકરી કરતો હલાલ કમાણીવાળો છોકરો નિકાહ માટે લાયક (કુફુ) ગણાશે, માટે ઉસ્માન પોતાની દીકરીના નિકાહ ખાલિદ સાથે કરી શકે છે, અલબત્ત ખાલિદની દીની જવાબદારી છે કે તે પોતાને અને પોતાની પત્નીને હરામ કમાણીના ખાવા પીવાથી બચાવે. (શામીઃ ભા.ર /૩ર૦)
Log in or Register to save this content for later.