Chapter : હજ
(Page : 261-262)
સવાલ :– મકકહ શરીફની મસ્જિદમાં (હરમ શરીફમાં) અને કઅબહ શરીફ પાસે લોકો નમાઝ પઢે છે અને નમાઝીની સામેથી જ બીજો માણસ પસાર થાય છે, કારણ કે ત્યાં બહુ જ ભીડ હોય છે તો નમાઝીની સામેથી પસાર થવું તો ગુનોહ છે, એક કિતાબમાં મેં વાચ્યું કે ત્યાં પસાર થવામાં કોઈ વાંધો નથી, જેથી મેં લખ્યું છે જવાબ આપશો?
જવાબ :– નમાઝીની આગળથી પસાર થનાર માણસ જો તવાફ કરતો હોય તો તેના માટે નમાઝીની આગળથી પસાર થવું મકરૂહ અને ગુનોહ નથી અને જો પસાર થનાર માણસ તવાફ ન કરતો હોય પરંતુ નમાઝીથી એટલા દુરથી ગુજરે કે જો નમાઝી સજદહની જગ્યાએ પોતાની નજર રાખે તો પસાર થનારને ન જોઈ શકે તો આ સૂરત માં પણ નમાઝીની આગળથી મસ્જિદે હરામ જેવી મોટી મસ્જિદમાં પસાર થવુ ગુનોહ અને મકરૂહ નથી કે જે મસ્જિદની લંબાઈ પહોળાઈ ૬૦ – ૬૦ ફુટની હોય અને જો ગેર તાઈફ માણસ નમાઝીની એટલા નજદીકથી કોઈ આડ વગર ગુજરે કે તેના ઉપર નમાઝીની નજર પડે તો મસ્જિદે હરામ જેવી મોટી મસ્જિદ હોય તો પણ તે ગુનેહગાર થશે. પરંતુ જો હજની મોસમમાં આ પ્રમાણે નમાઝીની નજદીકથી પસાર થવાથી બચવું મુશ્કેલ હોય તો આવી ભીડ અને તકલીફની હાલતમાં ફુકહાએ કિરામના એક બીજા મંતવ્ય મુજબ જો આટલો એહતિયાત કરી લેવામાં આવે કે નમાઝીના પગ થી લઈ સજદહમાં પેશાની મૂકવાની જગ્યા દરમ્યાન પસાર થવામાં ન આવે બલ્કે સજદહની જગ્યાથી બહાર થઈને પસાર થવામાં આવે તો તકલીફના કારણે એ વાતની ગુંજાઈશ છે. (શામી –૧/૪ર૬, ભા. ર/૧૭ર)
Log in or Register to save this content for later.