[૩૯૧] આંખ–કાનથી મઅઝૂર ઈમામથી પાછળ રહી જાય

Chapter : નમાઝ

(Page : 418)

સવાલ :– મારી ઉંમર ૮૦ વર્ષની છે, હું આંખોથી જોઈ શકતો નથી, કાનની પણ કમઝોરી છે, જેથી અમુક ટાઈમ ઈમામની રૂકૂઅની તકબીર ન સાંભળી શકવાથી ઉભો જ રહું છું અને ઈમામ સાહેબ તસ્મીઅ (સમિઅલ્લાહુ) કહે છે ત્યારે હું અલગ રૂકૂઅ કરી કૌમા કરી ઈમામ સાથે સજદામાં શરીક થાઉ છું. આ પ્રમાણે સજદામાં પણ બને છે કે ઈમામ પહેલાં સજદહમાંથી ઉભા થાય છે તો તે તકબીર ન સાંભળી શકવાથી જયારે તે બીજા સજદહમાં જાય છે ત્યારે હું પહેલો સજદહ કરી બીજા સજદહમાં ઈમામ સાથે થઈ જાઉ છું તો મારી નમાઝમાં કોઈ વાંધો આવશે કે સહીહ થશે?

જવાબ :– ઈમામની હાલત ન જોઈ શકવાના અને સાંભળી શકવાના કારણે તમો જે રૂકૂઅ અને સજદહ ઈમામ પછી અદા કરી ઈમામ સાહેબ સાથે થઈ જાઓ છો અને આ પ્રમાણે કારણ સર રૂકૂઅ–સજદહ ઈમામથી મોડો કરવાથી તમારી નમાઝમાં કોઈ વાંધો નહિ આવે.

Log in or Register to save this content for later.