[૩૮૯] ઈમામ અને મિમ્બર વચ્ચે એક મુકતદી

Chapter : નમાઝ

(Page : 417)

સવાલ :– અમારે ત્યાં મસ્જિદ નાની હોવાથી જુમ્આના દિવસે આગળ સફ થાય છે, ઈમામ અને મિમ્બર વચ્ચે એક માણસની જગ્યા રહે છે, તો ત્યાં માણસ ઉભો રાખવો કે જગ્યા ખાલી રાખવી, કારણ કે અમુક માણસોનું કહેવું છે કે એકલો અલગ માણસ ઉભો ન રખાય, કેટલાકનું કહેવું છે કે જગ્યા ખાલી રહેશે તો શયતાન ઘૂસી જશે, તો ખુલાસો કરશો.

જવાબ :– ઈમામ અને મિમ્બર વચ્ચે પણ એક મુકતદીને ઉભો રાખવો જોઈએ અને ઈમામ–મિમ્બરની આડના કારણે તે એકલો પડી જાય તેમાં વાંધો નથી,  તેના કારણે સફમાં એ જગ્યા ખાલી રાખવી ન જોઈએ.

Log in or Register to save this content for later.