Chapter : નમાઝ
(Page : 417)
સવાલ : ફર્ઝ નમાઝમાં આગળની સફ ભરાઈ ગઈ હોય, ફકત એક માણસની જગા ખાલી હોય અને બે માણસો નમાઝમાં શામિલ થવાના બાકી હોય, ત્રીજા માણસની આવવાની ઉમ્મીદ પણ ન હોય તો શું એક માણસ આગળની સફમાં શામિલ થાય અને બીજો માણસ એકલો પાછલી સફમાં જમાઅત સાથે નમાઝ પઢે અથવા બન્ને ભેગા મળી પાછળ સફમાં ઉભા રહે અને આગળની સફમાં એક જગા ખાલી મૂકી દે શું કરે ? બીજું એવું સાંભળવામાં આવ્યું છે કે આગલી સફ ભરાઈ ગઈ હોય તો એકલો માણસ આગલી સફના એક માણસને ખેંચી લે અને પોતાની સાથે શરીક કરી લે, એકલો નમાઝ પઢવું મકરૂહ છે તો આ વાત સાચી છે ?
જવાબ :– આવી સૂરતમાં બન્ને ભેગા મળી પાછળ નવી સફ બનાવી ઉભા રહે અને આગળની સફમાં એક માણસની જગ્યા ખાલી મુકી દે, કારણ કે સફમાં એકલા ઉભા રહેવું મકરૂહ છે અને તે કરાહતને દૂર કરવા આગળની સફમાંથી એક માણસને ખેંચી પોતાની સાથે ઉભો રાખવો અને આગળની સફમાં એક માણસની જગ્યા ખાલી કરવી જાઈઝ છે.
(શામી, ભાગ–૧/૪૩પ)
Log in or Register to save this content for later.