Chapter : નિકાહ
(Page : 135-136)
સવાલઃ– મારા વાંચવામાં આવેલ ‘કિફાયતુલ મુફતી’ માં છે કે છોકરા છોકરીની આટા સાટી શાદી કરવી જાઈઝ નથી, પણ નિકાહ થઈ જાય છે, આપણે ત્યાં ગુજરાતમાં આવી રીતે અનેક જગ્યા પર શાદીઓ થાય છે, નાજાઈઝ હોવાની વિગત સમજાવશો.
જવાબઃ– આટા–સાટી શાદી જે નાજાઈઝ છે, તેનાથી આ પ્રમાણેની શાદી કરવી મુરાદ છે કે એક માણસ બીજા માણસથી આ પ્રમાણે કહે કે હું મારી છોકરી અથવા બહેનની શાદી તારી સાથે અથવા તારા છોકરા સાથે એ શર્તે કરું છું કે તુ તે નિકાહના બદલારૂપે તારી છોકરી અથવા બહેનની શાદી મારી સાથે અથવા મારા છોકરા સાથે કરે અને મહર નક્કી કરવામાં ન આવે, બલ્કે આપસમાં એકબીજાની છોકરી અથવા બહેનના નિકાહને જ મહર ગણવામાં આવે, જાહેર વાત છે કે આપણે ત્યાં બે કુટુંબોમાં પરસ્પર છોકરા અને છોકરીની શાદી જરૂર થાય છે અને દેખવામાં તે બદલારૂપી જણાય છે, પરંતુ તે શાદી ઉકત વિગત મુજબ બદલાની શર્ત રૂપે નથી કરાવવામાં આવતી અને પરસ્પર છોકરી કે બહેનની શાદીને જ મહર નથી ઠરાવવામાં આવતી, બલ્કે દરેક ઓરતની મહર અલગથી નક્કી કરવામાં આવે છે, એટલે ગુજરાતી મુસ્લિમ સમાજમાં પ્રચલિત શાદીઓ નાજાઈઝ આટી–સાટી શાદીઓ નહિ કહેવાય. (શામી :ર/૩૩ર)
Log in or Register to save this content for later.