[૩૮૪] શરૂ નમાઝથી ઈમામ સાથે સફ બનાવવી

Chapter : નમાઝ

(Page : 415)

સવાલ :–  વડોદરાની ચાંપાનેર મસ્જિદમાં મિમ્બર સાથેની સફથી કુલ સાત સફો થાય છે, મુકતદીઓના કહેવાથી એ અંદાજથી કે બીજા નમાઝીઓ આવશે, આગળ સફ બનાવી લીધી. સંજોગોવસાત કુલ પ–૬ સફો થઈ, તો હવે નમાઝ મકરૂહે તહરીમી થશે કે કેમ ? એ નમાઝ દોહરાવવી પડશે ?

જવાબ :– જ્યારે નમાઝ શરૂ થતી વખતે મુકતદીઓની એટલી ભીડ ન હતી જે આગળ ઈમામ સા. સાથે સફ બનાવવી પડે તો એવી હાલતમાં ઈમામ સાથે પહેલી સફ બનાવવી મકરૂહે તહરીમી છે, પરંતુ એથી નમાઝ દોહરાવવી જરૂરી નથી. તવબહ, ઈસ્તિગફાર કરે.       (શામી–૧/૩૦૭)

Log in or Register to save this content for later.