Chapter : નમાઝ
(Page : 404)
સવાલ :– અમારે ત્યાં રમઝાનુલ મુબારકમાં નમાઝીઓ વધારે હોવાથી ઈમામથી બિલકુલ નજીક સફ બનાવવામાં આવે છે એટલે કે ઈમામની પગની એડીઓથી લગભગ અડધો–પોણો ફૂટ અથવા એક ફૂટ જેટલી દૂર સફ કરવામાં આવે છે તો ઈમામથી આટલી નજીક સફ ક્યારે કરી શકાય ? બહાર સહનમાં જગ્યા હોવા છતાં એવી જ રીતે સહનમાં જગ્યા ન હોય અથવા વરસાદના કારણે ખુલ્લા સહનમાં ઉભા ન રહેવાતું હોય તો જમાઅતખાનાની ઉપર બીજું જમાઅતખાનું બનાવવામાં આવ્યું છે, જેમાં નીચેના ઈમામની તાબેદારીમાં નમાઝ સહેલાઈથી પઢી શકાય એમ છે. તો ઉપરના જમાઅતખાનામાં જગ્યા હોવા છતાં ઈમામની સાથે સફ કરવી કેવી છે ? શરીઅતમાં તેનો શું હુકમ છે ?
જવાબ :– જ્યારે મસ્જિદમાં અને મસ્જિદના સહનમાં પણ જગ્યા બાકી ન રહે અથવા સહનમાં જગ્યા તો હોય પણ વરસાદના લઈ અથવા સખત તડકાના લઈ ઉભા રહેવું મુશ્કેલ હોય તો આવી મજબૂરીની સૂરતમાં ઈમામ સાથે અથવા ઈમામથી થોડી પાછળ સફ કરી શકાય છે.
જ્યારે બે મુક્તદીઓથી વધુ સંખ્યામાં નમાઝીઓ હોય તો ઈમામનું સફની આગળ હોવું વાજિબ છે અને પહેલી સફનું ઈમામની પાછળ હોવું જરૂરી છે. ઈમામની સાથે કે નજીક સફ બનાવવી દુરૂસ્ત નથી, માટે જ્યારે સહનમાં જગ્યા હોય અથવા બીજા માળે જગ્યા હોય અને ત્યાં સહેલાઈથી ઈમામની પાછળ સફ બનાવી શકાતી હોય તો ઈમામની સાથે અથવા નજીક સફ ન બનાવવી જોઈએ, એ પ્રમાણે સફ બનાવવી મકરૂહ અને ગેરદુરૂસ્ત છે. (શામી : ૧/૩૮૧)
Log in or Register to save this content for later.