[ર૦૦] શવ્વાલ અને ઝૂકઅદહ હજના મહિનાઓ કઈ રીતે?

Chapter : હજ

(Page : 259-260)

સવાલ :– દારૂલ ઉલૂમ કંથારીયાનો માસિક રિસાલો જેના ઓગસ્ટ ૧૯૮૪ના અંકના પેજ નં ૪પ ઉપર લખેલ છે કે જે હજના મહિનાઓ શવ્વાલ ઝુલકાદ – ઝુલહજના પ્રથમ ૧૦ દિવસો છે, તો હજનો મહિનો તો ફકત ઝુલહજનો મહિનો છે તો પછી શવ્વાલ – ઝુલહજના મહિનાઓને હજના મહિનાઓ કેમ કહેવામાં આવે છે ?

જવાબ :– કુરઆને મજીદમાં આ ત્રણ મહિનાઓને હજના મહિનાઓ કહેવામાં આવ્યા છે. ”અલહજુ અશહુરૂમ્મઅલૂમાત” (સૂરએ બકરહ આ.નં ૧૯૭) મતલબ એ છે કે હજના એહરામનો વખત આ ત્રણ મહિનાઓ છે. શવ્વાલ પહેલાં જો કોઈ હજનો એહરામ બાંધશે તો ઈમામ અબૂહનીફહ – ઈમામ માલિક અને ઈમામ અહમદ (રહ.) ના ફિકહ મુજબ તે એહરામ મકરૂહ ગણાશે અને ઈમામ શાફઈ (રહ.) ના ફિકહ મુજબ તો તે એહરામ હજ માટે દુરસ્ત જ નહિ ગણાય, તો ચાહે હજના અરકાન અને બધા કામો ગણત્રીના અમુક જ દિવસોમાં થાય છે. ન તે પહેલાં થઈ શકે છે કે ન તે પછીના દિવસોમાં થઈ શકે છે, પરંતુ હજના એહરામનો વિના કરાહતે જાઈઝ વખત શવ્વાલથી શરૂ થાય છે એટલે શવ્વાલ થી લઈને જીલહજની ૧૦ તારીખ સુધીને હજનો વખત કહેવામાં આવે છે.      (તફસીરે મઝહરી ર૧૩, ભા.૧)

Log in or Register to save this content for later.