Chapter : નમાઝ
(Page : 401)
સવાલ :– જગ્યાની તંગીના લઈ પેશ ઈમામની સાથે સફ બનાવવી પડે છે, પેશ ઈમામ મેહરાબમાં થોડા આગળ વધી જાય છે, પેશ ઈમામની ડાબી–જમણી બાજુ નમાઝીઓ ઉભા રહે છે, જમણી બાજુ મિમ્બર છે, એટલે મિમ્બરથી શિમાલી (ઉત્તરી) દીવાલ સુધી પણ પેશ ઈમામ અને મિમ્બરની વચ્ચે એક માણસ ઉભો રહી શકે એટલી જગ્યા ખુલ્લી રહે છે. એ જગ્યામાં ઉભો રહેનાર ડાબી–જમણી બન્ને સફોથી અલગ પડી જાય છે. એ જગ્યા ખાલી રાખવી જોઈએ અથવા એક માણસ ઉભા રહેવું જોઈએ ?
જવાબ :– ઈમામ અને મિમ્બર વચ્ચેની ખાલી જગ્યામાં પણ એક માણસે ઉભા રહેવું જોઈએ, કારણ કે વિના જરૂરતે સફમાં ખાલી જગ્યા રાખવી મકરૂહ છે અને મજકૂર ખાલી જગ્યામાં ઉભા રહેનાર માણસની મજબૂરીના લઈ બન્ને તરફથી અલગ પડી જવાથી કોઈ કરાહત નહિં આવે.
જો મિહરાબ એટલો ઊંડો હોય કે ઈમામ તેમાં જ ઉભા રહીને નમાઝ પઢાવી શકતા હોય તો તંગીના સમયે ઈમામ સા. મિહરાબમાં ઉભા રહીને પણ નમાઝ વિના કરાહતે પઢાવી શકે છે. માટે જો એ પ્રમાણે શક્ય હોય તો ઈમામ સા. સંપૂર્ણ રીતે મેહરાબમાં આગળ વધી જાય અને પેહલી સફ ઈમામ સા.ની પાછળ સળંગ બનાવવામાં આવે.
(શામી : ૧/૩૮૩/૪૩૪, આલમગીરી : ૧/૧૦૮)
Log in or Register to save this content for later.