[૩૬૩] ભીડના કારણે ઈમામ સાથે બનાવવામાં આવતી સફ પહેલી સફ ગણાશે

Chapter : નમાઝ

(Page : 391)

સવાલ :–  અમારે ત્યાં મોટી મસ્જિદમાં જુમ્‍અહના દિવસે વધુ મુસલ્લીઓના કારણે ઈમામની સાથે પણ એક સફ વધારવામાં આવે છે. જે જુમ્‍અહ સિવાય અન્ય નમાઝોમાં વધારવામાં આવતી નથી. તો આ વિશે એક મૌલાનાનું કહેવું છે કે પહેલી સફ તો તે જ ગણવામાં આવશે કે જે જુમ્‍અહની નમાઝ સિવાય અન્ય નમાઝોમાં ઈમામની પાછળ દરરોજ કરવામાં આવે છે. તો શું જગ્યાની તંગી વખતે ઈમામ સાથેની સફ પહેલી નહિ ગણાય અને બીજી સફનો સવાબ પહેલી સફના સવાબ બરાબર ગણાશે ?

જવાબ :– જગ્યાની તંગીના કારણે જે સફ ઈમામની સાથે બનાવવામાં આવે છે તે જ સફ પહેલી ગણાશે અને તેને જ પહેલી સફની ફઝીલત મળશે. કારણકે તે સફથી આગળ મુકતદીઓની કોઈ સફ નથી અને ઈમામની પાછળ જે સફ થશે તે જુમ્‍અહની નમાઝમાં બીજી સફ ગણાશે. કારણકે તે આગલી સફના મુક્‌તદીઓની પાછળ છે. અલબત્ત બીજી સફના જે મુક્‌તદીઓ મેહરાબની સીધમાં બિલકુલ ઈમામની અથવા મિમ્બરની પાછળ છે કોઈ મુક્‌તદીની પાછળ નથી, તે પહેલી સફમાં ગણાશે. અલ્લામા શામી (રહ.)એ એ વાતની ચોખવટ કરી છે અને જુમ્‍અહ સિવાય અન્ય નમાઝોમાં જયારે ઈમામ સાથે સફ ન થતી હોય ત્યારે ઈમામ પાછળની સફ પહેલી સફ ગણાશે અને તે પહેલી સફની ફઝીલત પામશે.

(‘શામી ૧/૩૮૩)

Log in or Register to save this content for later.