[૭૦] મા–બાપની રજા વગર બાલિગ છોકરીનું નિકાહ કરવું

Chapter : નિકાહ

(Page : 105-106)

સવાલ :– મેં લગભગ ૧૮ વર્ષ પહેલાં મારી રાજીખૂશીથી મારા જ ગામના મુસ્લિમ યુવાન સાથે મારી પુખ્ત વય પછી શરઈ ગવાહોની રૂબરૂ શરઈ એઅતિબારથી નિકાહ કરેલા, જો કે મારા મા–બાપ એ બાબતે મને એ યુવાન સાથે નિકાહ કરવા ઈચ્છતા ન હતાં, પરંતુ મેં મારી રાજીખુશીથી રિત રિવાજ મુજબ કરેલા તો એમાં મારે કંઈ વાંધો ખરો? મારા લગ્ન આ અગાઉ મારા સંબંધી ફોઈના દિકરા સાથે થયેલા, પરંતુ અમારામાં જીવન નિર્વાહ અશકય જણાતા તલાક મેળવી લીધા પછી ઈદ્દત પૂરી થયા પછી લગભગ ૧ વર્ષે આ યુવાન સાથે નિકાહ કરેલા છે.

જવાબ :– તમોએ પૂખ્ત વયે બાલિગ થયા પછી જે છોકરા સાથે માં–બાપની મરજી વિરૂધ્ધ નિકાહ કર્યા છે, જો તે છોકરો દીનદારી, ધંધા હુનર અને આર્થિક દ્રષ્ટિએ તમારી હરોળનો અને તમારી કક્ષાનો હોય અને નવમુસ્લિમ ન હોય તો તમારા નિકાહ દુરસ્ત છે, અલબત્ત બાલિગ ઓરતે સમકક્ષ સાથે નિકાહ કરવા પણ બાપની મરજીનો અને ખુશીનો ખ્યાલ રાખવો મુસ્તહબ છે અને જો મજકૂર છોકરો મજકૂર બાબતો પૈકી કોઈ બાબતમાં તમારાથી ઉતરતી કક્ષાનો હોય તો તમારા નિકાહ દુરસ્ત અને જાઈઝ નહિ ગણાય. (*) (શામી–ર/ર૯૭)

(*)          ઓલ ઈન્ડિયા ફિકહ એકેડમી કે ર૯/૧ર/૧૪૧૯ હિજરીકો મુનઅકિદ ઈજલાસ મેં કફાઅત કે બારેમેં મુકર્રર તજવીઝાતકી તજવીઝ નંબર પાંચમેં તય હુવા હૈ. જો યહાં નકલ કરતા હૂં ”કફાઅત લુઝૂમે અક્‌દમેં મુઅસ્સિર હૈ સિહ્‌હત વ ઈન્ઈકાદે નિકાહમેં મુઅસ્સિર નહીં હૈ”       (ફિકહી ફેસલે : ૯૯)

                યા’ની ગેર કુફૂઅમેં નિકાહ હો જાએગા અલબત્તા અવલિયા કો યહ હક હૈ કે મહકમએ શરઈય્યહમેં જાકર ગેરે કુફૂઅમેં કિએ હૂએ અપની બાલિગહ લડકીકે નિકાહ કો ફસ્ખ કરાએં.

                ઔર ઈસી કે મુતાબિક હઝરત મુફતી ઈસ્માઈલ ભડકોદ્રવી સાહબ (રહ.) કા એક ઔર ફતવા ભી હૈ જો પેજ નંબર (૧૪૬)  પર હૈ.

Log in or Register to save this content for later.