Chapter : નમાઝ
(Page : 390)
સવાલ :–(૧) અગર ઈમામત કરતી વખતે ફકત નાબાલિગ છોકરાઓ હોય તો જમાઅત કરી શકાય કે નહિ ? અગર એક જ નાબાલિગ છોકરો હોય તો ઈમામની સાથે ઊભા રહેવાનો હુકમ છે અથવા ઈમામની પાછળ ? અને જો એક થી વધારે બાળકો હોય તો શું હુકમ છે ?
જવાબ : –(ર) ફકત નાબાલિગ છોકરાઓ હોય તો પણ જમાઅત કરી શકાય છે. જો ફકત એક જ છોકરો હોય તો ઈમામની સાથે ઈમામની જમણી તરફ ઊભો રહે. હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઈબ્ને અબ્બાસ (રદિયલ્લાહુ અન્હુ)ને એ જ પ્રમાણે પોતાની સાથે ઊભા રાખ્યા હતા, અને જો એક થી વધારે છોકરાઓ હોય તો ઈમામની પાછળ સફ બનાવીને ઊભા રહે. (‘શામી ૧/૩૮૧)
Log in or Register to save this content for later.