[૩પ૯] ઈમામ સાથે પહેલી સફ બનાવવી

Chapter : નમાઝ

(Page : 388)

સવાલ :– કેવા સંજોગોમાં પહેલી સફ કિબ્લા તરફ આગળ વધારી ઈમામ સાથે બનાવી શકાય ?

જવાબ :– જ્યારે નમાઝીઓ માટે નમાઝ પઢવાની જગ્યા એટલી તંગ થઈ જાય કે ન મસ્જિદમાં જગ્યા બાકી રહે, ન મસ્જિદની બહારના સહનમાં જગા ખાલી રહે, બલ્કે હવે પાછળ સફ બનાવવામાં આવે તો મસ્જિદની લગાતાર સફો અને પાછળ બનાવવામાં આવનાર સફ વચ્ચે એટલું અંતર થઈ જાય કે તે સફમાં ઊભા રહેનારની જમાઅત સાથેની નમાઝ દુરસ્ત ન થાય અને મસ્જિદની આજુબાજુ બંને તરફ બહાર પણ ખાલી જગા ન હોય જયાં લોકો ઊભા રહી નમાઝ પઢી શકે તો આવા સંજોગોમાં ઈમામ સાથે આગળ સફ વધારી શકાય છે. એવી જ રીતે જમાઅતખાનાની બહાર એ પ્રમાણેની જગા તો હોય જયાં ઊભા રહી જમાઅતથી નમાઝ પઢી શકાય પરંતુ સખત તાપ અથવા વરસાદ હોય અને તાપ–વરસાદથી બચવાનો કોઈ બંદોબસ્ત ન હોય તો આવી મજબૂરીની સૂરતમાં પણ ઈમામ સાથે આગળ સફ વધારી શકાય છે.

                જો મેહરાબ ઊંડો હોય તો આવી હાલતમાં એ સૂરત પણ વગર કરાહતે જાઈઝ છે કે ઈમામ સાહેબ એ પ્રમાણે પૂરેપૂરા મેહરાબમાં આગળ વધી જાય કે કયામની હાલતમાં તેઓના કદમ પણ મહેરાબમાં રહે અને પહેલી સફ આગળ વધારવામાં આવે બલ્કે આવી હાલતમાં ઈમામ સાથે સફ બનાવવાના બદલે ઈમામે જ મેહરાબમાં આગળ વધી જવું જોઈએ. બાકી મામૂલી ભીડ અને તાપ– તડકાના કારણે આગળ ઈમામની સાથે સફ વધારવી મકરૂહે તહરીમી છે અને જયારે બે મુકતદીઓથી વધુ સંખ્યામાં નમાઝીઓ હોય અને ઉપર મુજબ મજબૂરી ન હોય તો ઈમામનું સફથી આગળ હોવું વાજિબ છે અને પહેલી સફનું ઈમામની પાછળ હોવું જરૂરી છે.(‘શામી ૧/૩૮૧,૪૩૪, ‘આલમગીરી ૧/૧૦૮)

Log in or Register to save this content for later.