[પ૩] કર્મચારીની સોસાયટીમાં જમા રકમની ઝકાત

Chapter : ઝકાત

(Page : 93-94)

સવાલ :– અમારી ફેકટરી કંપનીમાં કર્મચારીઓની કન્ઝયુમર સોસાયટી છે જેમાં માસિક બચત રૂા ૧પ૦/– કાપવામાં આવે છે આ બચત ઉપર અમને લોન આપવામાં આવે છે, તો આ વર્ષની ૧૮૦૦/– બચત ઉપર ઝકાત વાજિબ થશે ? આ રકમ અમને અંતમાં અથવા તો સોસાયટીમાં રાજીનામું આપે તો મળે, જેથી આ વર્ષે ઝકાત વાજિબ થશે ?

  જવાબ :– મઝકૂર સોસાયટીમાં જમા રકમની ઝકાત સાહિબે નિસાબ ઉપર દર વર્ષે લાગુ પડશે જયારે વસૂલ થાય ત્યારે અદા કરે તો દર વર્ષના જમા હિસાબ મુજબ પાછલા વર્ષોની ઝકાત પણ આપવી પડશે.                   (શામી–ર)

Log in or Register to save this content for later.