Chapter : નમાઝ
(Page : 386)
સવાલ :– નાબાલિગ છોકરાઓની સફમાં ઉભા રહી જમાઅત સાથે નમાઝ પઢી શકાય ? શું સદરહુ બાબત મકરૂહ છે ?
જવાબ :– નમાઝ શરૂ થાય ત્યારે બાલિગ મર્દોની સફ નાબાલિગ છોકરાઓથી આગળ બનાવવાની પૂરી સરળતા અને શક્યતા હોય છે, માટે તે વખતે બાલિગ મર્દોએ નાબાલિગ છોકરાઓની સફમાં ઉભા રહી જમાઅત સાથે નમાઝ પઢવી મકરૂહ છે, કારણ કે સફમાં ઉભા રહેવાની સુન્નત વિરૂદ્ધ છે
પરંતુ જ્યારે નમાઝ શરૂ થઈ ચૂકી હોય અને બાલિગોની સફની પાછળ નાબાલિગોની સફ બનાવવામાં આવી હોય અને પાછળથી આવનાર નમાઝીઓ માટે બાલિગ મર્દોની સફમાં જગ્યા ખાલી ન હોય તો આવા જમાઅતમાં શરીક થનાર બાલિગ નમાઝીઓ માટે બે સૂરતો શક્ય છે. એક તો એ કે તેઓ નાબાલિગ છોકરાઓની સફની પાછળ પોતાની અલગ સફ બનાવે, હાલાંકે નાબાલિગ છોકરાઓની સફમાં જગ્યા ખાલી હોય, બીજી સૂરત આ છે કે તેઓ નાબાલિગોની સફની ખાલી જગ્યામાં નાબાલિગો સાથે ઉભા રહી જમાઅતમાં શરીક થાય. પહેલી સૂરતમાં બે ખરાબીઓ છે, એક તો આગળની સફમાં જગ્યા ખાલી હોવા છતાં પાછળ નવી સફ બનાવવી, જેની હદીસ શરીફમાં મનાઈ સાબિત છે અને બીજી નાબાલિગ છોકરાઓની સફની પાછળ બાલિગ મર્દોની સફ બનાવવી, હાલાંકે હદીસ શરીફથી નાબાલિગ છોકરાઓની સફ મર્દોની પાછળ બનાવવાનો હુકમ સાબિત છે, માટે આવી સૂરતમાં પાછળથી આવનાર મર્દોએ નાબાલિગ છોકરાઓની સફભાં ઉભા રહીને જમાઅતથી નમાઝ પઢવી જોઈએ. (બહર–૧/૩પ૩, શામી ૧/૪ર૭)
Log in or Register to save this content for later.