[૬૦] બીજાથી તલાક પામેલ પરાયી ઓરતથી નિકાહ

Chapter : નિકાહ

(Page : 95-96)

સવાલઃ– એક મુસ્લિમભાઈ અબ્બાસ બીજા માણસની પત્ની ફાતિમાને લઈને નાસી ગયો, ચાર મહીના દસ દિવસ ઉપર થઈ ગયા, અબ્બાસ અને ફાતિમા સાથે જ છે, ફાતિમાના ધણી અહમદે ફાતિમાને તલાક આપી છે, ધણી તથા વાલિદૈનને પણ ફાતિમા સાથે અદાવત થઈ ગઈ છે, તો હવે અબ્બાસ અને ફાતિમા બન્‍નેવના નિકાહ શરીઅત મુજબ કેવી રીતે કરવા ?

જવાબઃ– નિકાહ કર્યા વગર અબ્બાસનું ફાતિમા સાથે એક ઘરમાં રહેવુ જાઈઝ નથી, જો અહમદે તલાક આપ્યા પછી ફાતિમાની ઈદ્દત પૂરી થઈ ગઈ હોય તો અબ્બાસ બે મુસલમાન મર્દ અથવા એક મર્દ અને બે મુસલમાન ઓરતોની રૂબરૂમાં કોઈ જાણકારને બોલાવી, મહેર નક્કી કરી ફાતિમા સાથે નિકાહ પઢી લે, પરંતુ ફાતિમાની અબ્બાસ સાથે કોઈ એવી સગાઈ ન હોવી જોઈએ જેના લઈ તેનાથી નિકાહ હરામ થઈ જતો હોય.                          (શામી ભા.ર)

Log in or Register to save this content for later.