Chapter : હજ
(Page : 243-244)
સવાલ :–મસાઈલે હજમાં એક મસ્અલો છે કે કઅબહના પડદા નીચે એવી રીતે ઉભા રહેવું કે એ પડદો મોં અથવા માથાને એહરામની હાલતમાં લાગવા દેવો નહી, જે મકરૂહ છે, તો વુઝૂ કરી ટુવાલથી મોં સાફ થાય કે નહિ ?
જવાબ :– મુહરિમ મર્દ માટે માથું અથવા મોઢાને ઢાંકવાની મનાઈ છે એટલે જ કઅબહ શરીફના નીચે એ રીતે ઉભા રહેવું મકરૂહ છે કે કઅબહનો ગિલાફ માથા અથવા મોઢાને લાગી જાય અને ટુવાલ – રૂમાલથી મોઢું સાફ કરવામાં પણ તે મોઢાને લાગી જાય છે અને મોઢું ઢંકાઈ જાય છે માટે એ પણ મકરૂહ છે. (ઝુ. મનાસિક – ૧/૮પ)
Log in or Register to save this content for later.