[૩૪૭] ‘ફા’ અક્ષરની જગ્યાએ હમ્ઝહ પઢનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 376)

સવાલ :– ઈમામ આયત કર્યા પછી ફા ”ف”થી શરૂ થતી આયતમાં ફા ”ف”નો ઉચ્ચાર “آ” હમઝહથી કરતા હોય એમ મુસલ્લીઓને ચોખ્ખુ લાગે છે અને ખરેખર ફા ”ف”ને બદલે ”آ” હમઝહ ઉચ્ચારે છે.  વચમાં આવતા ફા ”ف”નો ઉચ્ચાર બરાબર કરે છે તો એ ઈમામની પાછળ નમાઝ સહીહ ગણાશે ?

જવાબ :–  ફા ”ف” અક્ષરની જગ્યાએ  ”آ” હમઝહ નો ઉચ્ચાર કરવાથી ઘણી સૂરતો એવી શકય છે કે નમાઝ ફાસિદ થઈ જાય . માટે જયાં સુધી મજકૂર ઈમામ પોતાની ભૂલ સૂધારી ન શકે ત્યાં સુધી તેઓએ ઈમામત ન કરવી જોઈએ અને લોકોએ તેઓને  ઈમામત પણ સુપરદ ન કરવી જોઈએ.   (શામી ભાગ–૧ / ૩૯૧)

Log in or Register to save this content for later.