Chapter : નમાઝ
(Page : 375)
સવાલ :– અહિંયા મદ્રસામાં લગભગ પંદરેક દિવસથી એક મુદર્રિસને રાખવામાં આવેલ છે જેમની ઉંમર તેમના જન્મ દાખલા મુજબ ર૧ વર્ષની છે તેમને દાઢી – મૂંછના વાળ નથી તેમના કેહવા મુજબ દાઢી તથા મૂંછના વાળ ઉગતા જ નથી. જે કુદરતી છે તો તે ઈમામત કરાવી શકે ? ઈમામત માટે અમારે ત્યાં બીજા હાફિઝ છે, પણ તેમની ગેર હાજરીમાં ઈમામત કરાવી શકે?
જવાબ :– મજકૂર હાફિઝ સાહેબ જેમની પુખ્ત ઉંમર હોવા છતાં દાઢી – મૂંછના વાળ ઉગ્યા નથી તેઓની ઈમામત જાઈઝ છે. (શામી : ૧/૩૭૮)
Log in or Register to save this content for later.