[૪૦] બકરીઓ અને તેના બચ્ચાઓની ઝકાત

Chapter : ઝકાત

(Page : 80-81-82)

સવાલ :–બકરાંનો ઉછેર કે જેનો ધંધો કરવાની નિય્યત છે તો તેની ઝકાત કેટલી ? શું એક વર્ષનું ગુજરવું ઝરૂરી છે કે નહિ ? એમાં બકરાનો હિસાબ કેવી રીતના ગણાશે એટલે કે નાનું બચ્ચુ હોય તો પણ એક નંગ ગણાશે કે પછી એમાં ઉમરનો એઅતેબાર છે.

જવાબ :–  જો બકરાં દૂધ અને બચ્ચાઓ પ્રાપ્ત કરવાના હેતુથી ઉછેરવામાં આવે અને તેઓને વર્ષના વધુ દિવસો આપોઆપ ઉગેલી પડતર જમીનની ઘાસ ચરાવીને ઉછેરવામાં આવે, ઘાસ કાપીને ઘર ઉપર ખવડાવીને અથવા ખેતરમાં ઘાસ વાવીને અથવા ખરીદીને સાલના વધુ દિવસોમાં ન ખવડાવવામાં આવે તો તે બકરાં ઉપર જાનવરોની ઝકાત લાગુ પડશે અને ઝકાત વાજિબ થવા માટે ઈસ્લામી વર્ષ પૂરું થવું શર્ત છે, ચાળીસ બકરાંમાં એક વર્ષની ઉંમરનું એક બકરૂ, ૧ર૧માં બે બકરાં, ર૦૧ માં ત્રણ બકરા, ૪૦૦ માં ચાર બકરા વાજિબ થશે. બકરાના બચ્ચાઓ પણ નિસાબની ગણત્રીમાં લેવામાં આવશે અને તેના ઉપર પણ મોટા બકરાં સાથે ઝકાત લાગુ પડશે, પરંતુ ઝકાતમાં એક સાલથી ઓછી ઉમરનું બકરૂં આપવું જાઈઝ નથી.                                                                            (શામીઃ પેજ નં–૧પ થી ર૦)

               જો મઝકૂર બકરાઓ વેપાર કરવાની નિય્યતથી ખરીદીને ઉછેરવાના હોય તો તે વેપારનો માલ ગણાશે અને વેપારના માલના નિસાબ અને હિસાબ મુજબ ઝકાત લાગુ પડશે, જેમાં બકરાઓની સંખ્યા ઉપર ઝકાત લાગુ નહિ પડે, બલ્કે બકરાની કિંમત ઉપર ઝકાત લાગુ પડશે, કારણ કે બચ્ચાઓ પણ વેપારના માલમાં શામેલ ગણાશે.             (શામી–ર/૧૬,ર૪)

               જો બકરીઓ અને બકરા વેપારની નિય્યતથી નથી ખરીદ કર્યા, બલ્કે એવી નિય્યતથી ખરીદ કર્યા હોય કે તેને પાલવીને તેનાથી જે બચ્ચાઓ થશે તે વેચીશું, તો આ સૂરતમાં તિજારતી ઝકાત લાગુ નહિ પડે જો બકરા, બકરી, બચ્ચાઓ નિસાબના પ્રમાણમાં એટલે કમથી કમ ૪૦ ન હોય અથવા નિસાબના પ્રમાણમાં હોય પરંતુ અડધું વર્ષ અથવા તેથી વધુ મુદ્દત વેચાતો ઘાસચારો ખવડાવી તેને ઉછેરવામાં આવે તો જાનવરોની ઝકાત પણ લાગુ નહિ પડે.(શામી – ર)

Log in or Register to save this content for later.