[૪પ] ફોન વડે નિકાહ કરવાનો તરીકો

Chapter : નિકાહ

(Page : 80-81)

સવાલઃ– છોકરો તથા છોકરી બન્‍ને અલગ અલગ દેશમાં રહેતા હોય અને તેઓ પોત – પોતાના દેશમાં રહી પરસ્પર  ફોનથી નિકાહ કરવા ચાહે તો તેની શું સૂરત થઈ શકે  ?

જવાબઃ– જે છોકરા છોકરી અલગ અલગ દેશમાં રહેતા હોય અને છોકરીના છોકરાના દેશમાં જતાં પહેલાં ફોનથી નિકાહ કરવા હોય તો જયારે છોકરીના સ્થળે નિકાહની મજલિસ રાખવાનો ઈરાદો હોય તો ફોન વડે એ પ્રમાણે નિકાહ થઈ શકે છે કે છોકરો ફોન ઉપર છોકરીના સ્થળ ઉપર રહેનાર અથવા ત્યાં નિકાહની મજલિસમાં શરીક થનાર કોઈ માણસને એ પ્રમાણે કહી આપે ”કે તમો ફલાણી બિન્તે ફલાણા રહે….. સાથે આટલી મહરના બદલામાં મારા નિકાહ કરી આપશો” હું તમોને તે છોકરી સાથે મારા નિકાહ કરવાના વકીલ બનાવું છું, તે પછી જયાં નિકાહની મજલિસ થાય ત્યાં છોકરીના વકીલ છોકરાના વકીલ અને શાહિદોની હાજરીમાં નિકાહ પઢાવનાર મોલ્વી સાહબ નિકાહનો ખુત્બો પઢી, છોકરા છોકરીના બન્‍ને વકીલોથી વકાલત અને ઈજાઝતની પૂછપરછ કરી, તેઓથી નિકાહ પઢાવવાની મંજૂરી લઈ સામાન્ય રીતે જે પ્રમાણે નિકાહ થાય છે, તે પ્રમાણે ઈજાબો કબૂલ કરવામાં આવશે, પ્રથમ છોકરીના વકીલથી ઈજાબ કરાવ્યા પછી છોકરાના વકીલથી એ પ્રમાણે કબૂલ કરવામાં આવશે કે ”ફુલાં સાહેબને ફૂલાની બિન્તે ફૂલાં કો ઈતની મહર કે એવજ મેં ફૂલાં બિન ફૂલાં કે નિકાહમેં ઓરત બના કર દિયા આપને ઉસ ફૂલાં (દુલ્હા) બિન ફૂલાં કી તરફસે બતોરે વકીલ ઈસ નિકાહ કો કબૂલ કિયા”.

                 જયારે છોકરાનો વકીલ છોકરા તરફથી  આ નિકાહ કબૂલ કરી લેશે કે ”જી હાં, મેને ઉસકી તરફસે કબૂલ કર લિયા”, તો  નિકાહ થઈ જશે.

Log in or Register to save this content for later.