Chapter : હજ
(Page : 221-222)
સવાલઃ– મારી મમ્મીની બદલમાં મારે હજ પઢવા જવું છે, હાલમાં મારી મમ્મી હયાત છે પરંતુ રમઝાન માસમાં ઘરમાં પડી ગયા હતા તેના કારણે ડાબા પગની ગૂંઠણની ઢાકણીના બે ટુકડા થઈ ગયા હતા પરંતુ હાલમાં સારું છે ચાલી શકે છે પણ પગ વળતો નથી તેના કારણે બેસી સકાતુ નથી (બરાબર બેસાતુ નથી) પાટલી મૂકી બેસી શકાય છે પરંતુ નમાઝ પઢવા માટે જમીન પર બેસી સકાતું નથી અને નમાઝ ખુરશી પર બેસી પઢાય છે તો જો પોતે મારી મમ્મી હજ પઢવા જાય તો એમનાથી કઅબહ શરીફમાં જઈ બેસી નમાઝ પઢી શકાશે નહિ, તો તેમના વતી હજ પઢવા જઈ શકું તો ચાલશે કે નહી? મેં હજ પઢેલી નથી અને મારી હજ પઢવાની હાલમાં શકિત પણ નથી. પહેલીવાર મારી મમ્મીની હજ પઢવા જઈશ તો ચાલશે કે નહી?
જવાબઃ– જો તમારી વાલિદહને ધીરે ધીરે એટલી હદે સારું થવાની આશા હોય કે પોતે બીજાના સહારા વિના મુસાફરી કરી સકે અને હજના આ’માલ કરી સકે તો તેઓએ પોતાની ફર્ઝ હજ પોતે જ અદા કરવી જોઈએ, આવી હાલતમાં પોતાની ફર્ઝ હજ માટે તમોને કે બીજા કોઈને મોકલવા જાઈઝ નથી અને જો ભવિષ્યમાં આટલી હદે સારું થવાની આશા ન હોય અને લંગડા માણસની જેમ ચાલવા ફરવામાં તકલીફ રહેતો તો તેઓ તમોને અથવા તમારા જેવા કોઈ એવા માણસને જેની ઉપર હજ ફર્ઝ નથી અને તેણે હજુ સુધી હજ પઢી પણ નથી પોતાની હજ્જે બદલ ફર્ઝ માટે મોકલી શકે છે.
(ઉમ. ફિકહ –૪/૩૩૮, શામી–ર)
Log in or Register to save this content for later.