[૪૩] છોકરી પત્ર દ્વારા વકીલ બનાવે

Chapter : નિકાહ

(Page : 76)

સવાલ :– શું નિકાહના વકીલ તરીકેની ઈજાઝત માટે છોકરી પાસે રૂબરૂ જવું જરૂરી છે? જો છોકરી કાગળથી લેખિત ઈજાઝત આપી વકીલ બનાવી આપે તો ચાલે કે નહિ? છોકરી બીજા દૂરના શહેરમાં રહે છે?

જવાબ :–  વકીલ તરીકે ઈજાઝત લેવા છોકરી પાસે રૂબરૂ જવું જરૂરી નથી. જો છોકરી કાગળ લખી બીજી જગ્યાએ રહેતી હોય એવી વ્યકિતને પોતાના નિકાહ પઢાવવાના વકીલ બનાવી આપે તો જેના ઉપર લખ્યું હોય તે માણસ છોકરીનો વકીલ બની નિકાહ પઢાવી શકે છે. છોકરી કાગળમાં આ પ્રમાણે લખે કે ”હું તમોને મારા નિકાહ પઢાવવાના વકીલ બનાવું છું અને રજા આપું છું”. (શામી–ર/ર૬પ)

Log in or Register to save this content for later.