[૩૩૪] મસબૂકની ઈક્‌તિદા કરવી

Chapter : નમાઝ

(Page : 367)

સવાલ :– શાફઈ મસ્લક પ્રમાણે સાઊદી અરબમાં કોઈ માણસ ફર્ઝ નમાઝમાં પાછળથી શામેલ થએલ ઈમામના સલામ ફેરવ્યા બાદ ઈમામ બની બાકીના મુક્તદીઓ કે પાછળથી શામિલ થયા હોય તેમની ઈમામત કરી શકે છે ? અને હનફી મસ્લકવાળાની નમાઝ થઈ જશે યા દોહરાવવી પડશે ?

જવાબ :– મસબૂક એટલે જેની અમુક રકઅતો ઈમામ સાથે છુટી ગઈ હોય તે જ્યારે ઈમામની સલામ પછી પોતાની છુટેલી નમાઝ અદા કરે ત્યારે કોઈ પણ માણસે તેની પાછળ નમાઝ પઢવી જાઈઝ નથી, કારણ કે તે મુક્તદી છે, માટે તેની ઈમામત દુરુસ્ત નથી. હનફી ફિકહ મુજબ આ જ મસ્અલો છે, માટે જે માણસે આવા મસબૂક માણસ પાછળ નમાઝ પઢી હોય તેણે નમાઝ દોહરાવવી પડશે.    (શામી, ભાગ–૧/૪૦૧)

Log in or Register to save this content for later.