[૩૭] ગેર મુસ્લિમ પતિની મુસ્લિમ થનાર પત્નીના નિકાહ

Chapter : નિકાહ

(Page : 67-68)

[૩૭] ગેર મુસ્લિમ પતિની મુસ્લિમ થનાર પત્નીના નિકાહ

સવાલઃ–(૧) એક ગેર મુસ્લિમ પતિ – પત્ની છે, તેમાંથી પત્ની મુસલમાન થઈ છે, તો બન્‍નેના નિકાહ કાઈમ રહેશે કે તૂટી જશે?

જવાબ :–(૧) મજકૂર ઓરતના ઈસ્લામ સ્વીકાર્યા પછી તેનો હિંદુ પતિ છુટા છેડા ન આપે અને તે ઓરતને ત્રણ માસિક આવી જાય અને તે દરમ્યાન તેનો પતિ ઈસ્લામ સ્વીકાર ન કરે તો તે ઓરતના નિકાહ આપો આપ તૂટી જશે, ચાહે તેનો હિંદુ પતિ છુટાછેડા આપે કે ન આપે ત્રણ માસિક આવ્યા પછી નિકાહ તૂટી જશે અને ઈદ્દત ગુજારીને મુસલમાન સાથે નિકાહ કરી શકશે.(શામીઃર, હીલએ નાજિઝહ :૧૧૪)

Log in or Register to save this content for later.