Chapter : નિકાહ
(Page : 62)
સવાલઃ– એક ગરીબ ઓરત હતી, એને ૧ દિવસની એક નાની છોકરી મળી હતી, એ ઓરતે એ છોકરીને મોટી કરી, જે ૧પ – ૧૬ વર્ષની થઈ, એ ઓરતે દૂધ પીવડાવ્યું ન હતું, એ ઓરતનો ઈન્તિકાલ થઈ ગયો. હવે એ ઓરતને ૧ છોકરો છે, ર૦ થી રર વર્ષના આ છોકરાના એની માં જીવતા બે વખત નિકાહ થયા, ગરીબાઈના હિસાબે ઓરત ઘર કરતી નથી, હવે આ ઓરતને મળેલી છોકરી અને એ ઓરતનો ખૂદનો છોકરો બન્ને એકલા જ રહે છે, કોઈ જ ઘરમાં મોટું નથી, માટે આ મળેલી છોકરીના નિકાહ છોકરા સાથે થાય કે કેમ? મળેલી છોકરી અને છોકરો બન્ને સાથે જ મોટા થયા છે.
જવાબઃ– મજકૂર છોકરા – છોકરીમાં પરસ્પર મહરમ હોવાની સગાઈ નથી, માટે બન્નેના નિકાહ થઈ શકે છે. (શામી – ર)
Log in or Register to save this content for later.