Chapter : હજ
(Page : 202)
સવાલ :– એક ભાઈ ચાર વર્ષથી સાઉદીમાં નોકરી કરે છે અને તે મકકહની નઝદીક તાઈફ શહેરમાં રહે છે તે પૂછાવે છે કે મને દર વર્ષે હજનો મોકો મળે છે અને હું ઉમરહ પણ વારંવાર કરી શકું છું તો હું મારા મા–બાપની હયાતીમાં (જે દેશમાં હયાત છે) હું તેમના તરફથી હજ અને ઉમરહ કરી શકું કે નહિ? કારણ કે મારા બાપ અને માને હજ કરાવવા માટેનો ખર્ચ આપી શકું એમ નથી. અને એ જ પ્રમાણે મારા નજીકના સગાવહાલાઓ જે હયાત છે પરંતુ તેઓ પાસે માલે નિસાબ નથી તો તેઓના તરફથી પણ ઉમરહ કરી શકું યા નહિ?
જવાબ :– પોતાની ફર્ઝ હજ અદા કર્યા બાદ પોતાના મા–બાપ તરફથી ચાહે તે હયાત હોય નફલ હજ અને ઉમરહ વિના શંકાએ જાઈઝ અને દુરસ્ત છે બલ્કે હદીષ શરીફમાં મા–બાપ તરફથી હજ કરવાની ઘણી ફઝીલત સાબિત છે, એવી જ રીતે પોતાના બીજા રિશ્તેદારો તરફથી નફલ હજ તથા ઉમરહ વિના શંકાએ કરી શકાય છે. (શામી– ર / ર૪૧,ર૪પ)
Log in or Register to save this content for later.