Chapter : હજ
(Page : 187-188)
સવાલ :– તવાફના રુકનો કેટલા છે? જેના વગર તવાફ અદા જ નથી થતો.
જવાબ :– તવાફના ત્રણ રુકનો છે, જેની રિઆયત કર્યા વગર કોઈ પણ પ્રકારનો તવાફ અદા થતો જ નથી :
(૧) તવાફના સાત ચક્કરોમાંથી વધુ પડતા એટલે કે પ્રથમ ચાર ચક્કરો અદા કરવા રુકન અને ફર્ઝ છે અને બાકીના ત્રણ ચક્કરો વાજિબ છે.
(ર) કઅબહ શરીફથી બહાર અને મસ્જિદે હરામની હદની અંદર તવાફ કરવો, કઅબહ શરીફની ચારે બાજુ ખુલ્લા મતાફમાં તવાફ કરવો અફઝલ છે, બાકી મસ્જિદના પહેલા કે બીજા માળ ઉપર પણ તવાફ કરવો જાઈઝ છે.
(૩) પોતે તવાફ કરવો, ચાહે પગે ચાલીને હોય કે મજબૂરીના કારણે ડોલીમાં બેસીને કે વ્હીલ ચેરમાં બેસીને હોય, તવાફમાં બીજાને નાયબ બનાવવો જાઈઝ નથી. (ઉમ. ફિકહ – ૪)
Log in or Register to save this content for later.