[૩૦૦] ૧પ વર્ષના છોકરાની ઈમામત જાઈઝ છે

Chapter : નમાઝ

(Page : 327)

સવાલ :– એક છોકરાની ઉંમર ઈસ્લામી તારીખના હિસાબે ૧પ વર્ષ ૮ મહિના અને અંગ્રેજી તારીખના હિસાબે ૧પ વર્ષને ૩ મહિના છે. આ છોકરાને દાઢી અથવા મુંછ ઉગેલી નથી, ઉપરાંત ઉંચાઈ પણ નથી, તો આ છોકરો રમઝાનમાં તરાવીહ પઢાવી શકે કે નહિ ? અને ફર્ઝ નમાઝ પણ પઢાવી શકે કે નહિ ?

જવાબ :– આ છોકરો શરઈ દ્રષ્ટિએ બાલિગ છે. માટે જો તેના અમરદ હોવાને લઈ નમાઝીઓને ભૂંડા વિચારો પેદા થવાનો ભય ન હોય તો તેની ઈમામત, તરાવીહ અને ફર્ઝ નમાઝમાં વિના કરાહતે જાઈઝ છે, નહિ તો કરાહતે તનઝીહી સાથે જાઈઝ છે. (શામી–૧/૩૭૮,પ/૯૭)

Log in or Register to save this content for later.