[૯૬] તમત્તુઅ હજમાં રમી પહેલાં કુરબાની

Chapter : હજ

(Page : 132-133)

સવાલઃ– મકકહ શરીફમાં ત્યાંની સરકાર હાજીઓ પાસેથી કુરબાનીની રકમ વસૂલ કરી પછી સરકાર નામ મુજબ કુરબાની કરે છે પછી તે ગોશ્ત ઈસ્લામી દેશોમાં પ્લેન થી મોકલે છે, ત્યાં રકમ ભરતી વખતે ત્યાંથી નામ તારીખ અને સમય સહિત લેખીત કે મૌખિક કહેવામાં આવે છે કે ફલાણી તારીખે સવારે ૧૧વાગે કુરબાની થશે, દા.ત. ૧૦મી ઝિલહજ, તો તે દિવસે તુલૂએ આફતાબથી ઝવાલ સુધી એક જમરાની રમી કરવાની હોય છે ત્યાર બાદ કુરબાની કરવાની હોય છે, પરંતુ અમુક વખત મુઝદલેફહથી આવતાં ટાઈમ નીકળી જાય છે અને તે દિવસે રમી માટે ખૂબ ધસારો થાય છે, જેથી અમુક વખત અમુક માણસો તેને અપાયેલ કુરબાનીના ટાઈમ પછી રમી કરી શકે છે તો શું રમી પહેલાં કુરબાની થઈ જાય તે સહીહ છે? અને આ રીતે રમી પહેલાં થયેલી કુરબાની અદા થઈ જશે કે ફરીથી કુરબાની કરવી પડશે?

જવાબ :– તમત્તુઅ અને કિરાન હજ પઢનારે દસમી તારીખે મિના પહોંચી રમી પછી તમત્તુઅ અથવા કિરાન હજની કુરબાની એ પ્રમાણે ક્રમવાર બંન્‍ન કામો કરવા વાજિબ છે અને મજકૂર ક્રમ વિરૂધ્ધ કરવાથી દમ વાજિબ થાય છે, માટે રમી પહેલાં કરેલી કુરબાની ફરીથી તો નહિ કરવી પડે પરંતુ તેને રમી પહેલાં કરવાથી જે વાજિબ છૂટયો છે તેની તલાફી માટે બીજી કુરબાની કરવી જરૂરી છે.               (ગુન્યહ–૧૪૯)

Log in or Register to save this content for later.