Chapter : હજ
(Page : 132)
સવાલ :– જે માણસ પર હજ ફર્ઝ થઈ ચુકી હોય અને માણસ ઈન્ડિયા અથવા પાકિસ્તાન ફરવા જાય અને સાથે સાથે વચ્ચે સઉદી સ્ટોપ કરી ઉમરહ પણ કરી જાય છે, જે આજકાલ ફેશન થઈ ગઈ છે તો આ રીતે જે માણસ પર હજ ફર્ઝ હોય તેને આ રીતે ઉમરહ કરવુ કેવું કહેવાય?
જવાબ :– જે માણસ પર હજ ફર્ઝ હોય તે માણસે જલ્દીથી જલ્દી હજ પઢી લેવી જોઈએ વિના કારણે હજ ફર્ઝ થઈ ગયા પછી હજની અદાયગીમાં મોડું કરવું મકરૂહ છે, મોડું કરનાર ગુનેહગાર થાય છે, અહિંઆ સુધી કે અમુક વર્ષો સુધી મોડું કરવાથી માલદાર માણસ ફાસિક થઈ જાય છે અને તેની ગવાહી પણ કબૂલ થતી નથી, પરંતુ જે માણસ ઉપર હજ ફર્ઝ હોય તેવો માણસ હજથી પહેલાં ઉમરહ અદા કરે તો એ જાઈઝ છે કારણ કે ઉમરહ એક અલગ ઈબાદત છે. અને સુન્નતે મુઅકકદહ છે. (શામી –૧૪/૧પ૧, ઝુ. મનાસિક–૧/૩ર)
Log in or Register to save this content for later.