[ર૬૧] કયામનો સહીહ તરીકો

Chapter : નમાઝ

(Page : 296)

સવાલ :– નમાઝમાં ઉભા રહેવાનો સહીહ તરીકો બતાવશો.

જવાબ :– નમાઝમાં ઉભા રહેવાનો સહીહ તરીકો આ પ્રમાણે છે કે સીધા ઉભા રહેવું. કોઈ પણ એક પગ ગોઠવીને અને બીજો વાંકો રાખીને કોઈ એક તરફ ઝૂકીને ન ઉભા રહેવું જોઈએ. એ રીતે ઉભા રહેવું મકરૂહ છે. બન્ને પગો વચ્ચે ચાર આંગળ બરાબર અંતર રાખવું. જમણા હાથથી ડાબા હાથને પકડીને દૂંટી નીચે મૂકી રાખવા. વિના કારણે હાથ ઉઠાવી કપડાં અથવા વાળ સાથે રમત રમવાથી અથવા ખંજવાડવાથી બચવું. એ મકરૂહ છે. પોતાની નજર સજદહની જગ્યાએ રાખવી. આમ તેમ નજર કરવી મકરૂહ છે.                   (શામી, ભાગ–૧/ર૯૯–૩ર૧)

Log in or Register to save this content for later.