[રપર] મુકતદી અને મુન્ફરિદ માટે તસ્મીઅ્‌ – તહ્‌મીદનો હુકમ

Chapter : નમાઝ

(Page : 290)

સવાલ :– રુકૂઅમાંથી ઊભા થતી વખતે પેશઈમામ સાહેબ સમિઅલ્લાહુ લિમન્‌ હમિદહ્‌ કહે તેના જવાબમાં મુક્તદીઓ રબ્બના લકલ્‌ હમ્દ કહે છે તો એકલો માણસ પણ આ કહી શકે છે ?

જવાબ :– જ્યારે જમાઅત સાથે નમાઝ પઢે તો ઈમામ જ્યારે ”સમિઅલ્લાહુ લિમન્‌ હમિદહ્‌” પઢે તો મુક્તદીઓ (ઈમામ પાછળ નમાઝ પઢનાર માણસો) ”અલ્લાહુમ્મ રબ્બના વ લકલ્‌ હમ્દુ” અથવા ફક્ત ”રબ્બના લકલ્‌ હમ્દુ” પઢે અને જ્યારે એકલા એકલા નમાઝ પઢવામાં આવે તો બન્ને વસ્તુઓ પઢવામાં આવે એટલે કે રુકૂઅથી ઉઠતી વખતે  ‘‘સમિલ્લાહુ લિમન્‌ હમિદહ અને જ્યારે સીધો ઉભો થઈ જાય તો   ‘‘રબ્બના લકલ્‌ હમ્દુ પઢે.                    (શામી : ૧/૩૩૪)

Log in or Register to save this content for later.