[૬ર] હજથી પહેલાં દીકરીની શાદી

Chapter : હજ

(Page : 96-97)

સવાલઃ– એક ભાઈ સઉદી અરબિય્યહમાં છે અને તે ચાલુ વર્ષે હજ કરવાનો ઈરાદો રાખે છે, કર્ઝ માટેનો ખુલાસો નથી, પરંતુ તેને એક બાલિગ જુવાન છોકરી છે જે શાદીના લાયક છે, તો એ ભાઈને કોઈ કહેવા વાળાએ કહયું કે જયાં સુધી છોકરીની શાદી ન કરાવી આપો ત્યાં સુધી આપ હજ કરી શકતા નથી. તો આ મસ્અલામાં ખુલાસાવાર જવાબ આપશો કે છોકરીની શાદી કરાવવી જરૂરી છે? છોકરીની શાદી કર્યા વિના હજ કરશે તો એની હજ કબૂલ થશે?

જવાબઃ– પોતાની હજ દુરસ્ત થવા માટે હજ પઢતાં પહેલાં પોતાની બાલિગ છોકરીની શાદી કરી આપવી જરૂરી નથી.

(દુર્રે મુખ્તાર શામી–ર/૧૪૪)

Log in or Register to save this content for later.