[૬૦] સસરા સાથે હજનો સફર

Chapter : હજ

(Page : 96)

સવાલ :–  એક જવાન ઔરત પોતાના શોહર અને સસરા સાથે યુ.કે.થી હજનો સફર કરવા માંગે છે અને હજ બાદ તે ઔરત પોતાના શોહર વિના ફકત સસરા સાથે દેશમાં જવા માંગે છે અને તેના શોહર યુ. કે. પાછા ફરશે તો આ બાબત શરીઅતનો શું હુકમ છે?

જવાબ :–  ઔરતના સસરા શરઈ દ્રષ્ટિએ ઔરતના મહરમ છે અને મહરમ સાથે શરઈ સફર કરવો જાઈઝ છે. અલબત્ત, પોતાના સસરા સાથે જવાન ઔરતના એકાંત અને સફર કરવાને ફુકહાએ કિરામ મકરૂહ લખે છે.  (શામી – ર/ર૩૬)

Log in or Register to save this content for later.