[ર૩પ] સજદહનો અર્થ

Chapter : નમાઝ

(Page : 269)

સવાલ :– સજદહનો શું અર્થ છે, સજદહ કોને કહેવાય ?

જવાબ :– સજદહ અરબી ભાષાનો શબ્દ છે, અને ભાષાની દ્રષ્ટિએ સજદહનો અર્થ ઝુકવા અને નમવાનો થાય છે.             (‘મુગરિબ)

                ‘અલ–બહરુર્રાઈક’માં છે કે, સજદહની હકીકત આ છે કે ચહેરાનો અમુક ભાગ એ પ્રમાણે જમીન ઉપર મુકવામાં આવે કે તે હાંસીપાત્ર અને મજાકની સૂરતથી ન હોય, બલ્કે તાઝીમ અને અદબની રીતથી હોય અને કામિલ સજદહ અદા કરવાની સૂરત હદીસ શરીફથી આ પ્રમાણે સાબિત છે કે સજદહ કરનાર પોતાની પેશાની, નાક, બંને હાથ, બંને ગુંઠણ અને બંને પગોની આંગળીઓ જમીન ઉપર મૂકે.  (‘શામી ૧/૩૦૦, ‘કબીરી ર૮ર)

Log in or Register to save this content for later.