[૪૪] બનેવી, માસા અને ફુવા મહરમ નથી

Chapter : હજ

(Page : 83)

સવાલઃ– (૧) એક સગી બહેન એકલી પોતાના સગા બહેન બનેવી સાથે, (ર)એક સગી ભાણેજ એકલી, પોતાના સગા માસા માસી સાથે, (૩) એક સગી ભત્રીજી એકલી,પોતાના સગા ફુવા સાથે હજ કરવા જઈ શકે ખરી ? (૪) એક વિધવા સગી બહેન એકલી ,પોતાના સગા બહેન બનેવી સાથે હજ કરવા જઈ શકે કે કેમ? તેમની ઉંમર ૪૦ વર્ષની છે.

જવાબ :– ઔરતની હજ માટે તેની સાથે સફરમાં તેના પતિનું અથવા મહરમ રિશ્તેદાર પુરૂષનું સાથે હોવું જરૂરી છે, ઉપર લખેલી ચાર સૂરતોમાં લખેલ પુરૂષ ઔરતનો મહરમ રિશ્તેદાર નથી, માટે તેમની સાથે હજ પઢવા ન જઈ શકે. (શામી–ર)

Log in or Register to save this content for later.