Chapter : નમાઝ
(Page : 256)
સવાલ :– મસ્જિદોમાં જે પાંચ ફર્ઝ નમાઝો માટે અઝાન અપાય છે, શું તે માઈક ઉપરથી આપી શકાય ? એ ઈસ્લામના પ્રાતઃકાળથી સાબિત છે? શું એ રિયા નથી ?
જવાબ :– માઈકમાં અઝાન આપવી નબવી યુગથી તો સાબિત નથી, પરંતુ દૂર સુધી અવાજ પહોંચે, એ પ્રમાણે ઉંચા અવાજથી અઝાન આપવી શરીઅતથી સાબિત છે અને માઈકથી દૂર સુધી અવાજ પહોંચે છે એટલે માઈક ઉપર અઝાન આપવી જાઈઝ છે અને માઈક ઉપર અઝાન આપવાનો મકસદ બધા લોકોના સાંભળી શકવાનો હોય છે, લોકોને દેખાડવાનો અને સારૂ લગાડવાનો નથી. માટે એને રિયાકારી નહિ કહેવાય.
Log in or Register to save this content for later.