[૩૧] ગેર મુસ્લિમ હજ માટે રકમ ભેટ આપે

Chapter : હજ

(Page : 72-73)

સવાલ :– હું અહિંઆ ગ્રેનેડામાં ઘણા વર્ષોથી રહું છું અને ત્રણ – ચાર વર્ષોથી એક ગેર મુસ્લિમને ત્યાં કામ કરું છું અને તે માણસ મને હજ પઢવા માટે કહે છે અને હજમાં જવા માટે ટિકિટના જે પૈસા થાય તે મને ભેટ રૂપે આપવા કહે છે અને મારી પત્નીની હજ માટે પણ પૈસા આપવાનું કહે છે તો તે પૈસાથી હમારાથી હજ પઢવા માટે જઈ શકાય કે નહિ?  સમજ પડે એ રીતે જવાબ લખશો.

જવાબ :– જે ગેર – મુસ્લિમ ભાઈ તમને અને તમારી પત્નીને હજમાં જવા માટે ટિકિટની રકમ ભેટ રૂપે આપવા ચાહે છે, તે રકમ સ્વીકારવાનો કે ન સ્વીકારવાનો અને તેનાથી હજ પઢવાનો અને ન પઢવાનો તમને અને તમારી પત્નીને ઈખ્તિયાર છે. તમે બન્‍નવ પતિ પત્ની તેમની રકમ લેવા ચાહો તો લઈ શકો છો. જો તેમની રકમ ભેટ રૂપે સ્વીકારી તેનાથી હજ પઢશો તો પણ હજ જાઈઝ અને સહીહ ગણાશે. તેમની રકમ ભેટરૂપે લેવી અને તેનાથી હજ પઢવી નાજાઈઝ નથી અને જો તમે બન્‍નવ તેમની રકમ ભેટરૂપે કબૂલ કરવા ન ચાહો તો રકમ લેવાની ના પાડી શકો છો.  (શામી–ર, મહમૂદિય્યહ– ૧૭/૧૯ર)

Log in or Register to save this content for later.