Chapter : હજ
(Page : 71)
સવાલ :– અમારે ત્યાં એક માણસ પાસે એક કરોડ રૂપિયાની મિલ્કત છે અને તેના શિરે પચાસ લાખનું દેવું પણ છે તો શું આવા માણસ ઉપર હજ ફર્ઝ છે કે નહિ? અને તે કર્ઝની અદાયગી પછી જ તે માણસ હજ પઢી શકે અથવા હજ અદા કર્યા પછી કર્ઝ અદા કરી શકાય છે, કર્ઝ અદા કરવાની શકિત હોય તો તેવી હાલતમાં હજ અદા કરી શકાય છે કે કેમ ?
જવાબઃ– મજકૂર માણસ પાસે પોતાની એક કરોડ રૂપિયાની મિલકતમાંથી પોતાનું દેવું અદા કરતાં અને બીજી જીવન જરૂરિયાત પૂરી કરતાં એટલી મિલકત ફાઝલ પડતી હોય કે હજનો ઝરૂરી ખર્ચ પૂરો થઈ શકે તો તેની ઉપર હજ ફર્ઝ છે. (શામી–ર)
કર્ઝ અદા કરીને હજ પઢવા જવું જોઈએ, જો કર્ઝ અદા કરતાં પહેલાં હજ પઢશે અને આવીને કર્ઝ અદા કરશે તો પણ હજ અદા થઈ જશે. (શામી–ર)
Log in or Register to save this content for later.