[ર૭] હજના કારણે ઔરતનું હમલ પડાવવું

Chapter : હજ

(Page : 69-70)

સવાલ :– મારે આ વર્ષે હજે બયતુલ્લાહ હજ માટે મારી પત્ની સાથે જવાનું છે અને હાલ મારી ઔરતને ૪પ દિવસનો હમલ છે અને હજમાં બૈતુલ્લાહ શરીફ અથવા રસ્તામાં ડિલેવરી થવાનો સંભવ છે અને મારું સૌથી નાનું બાળક એક વર્ષનુ છે એને હમલના કારણે દૂધ મળે એમ નથી અને બાળકની સિહત પણ અવાર નવાર બગડે છે આ બે કારણોથી હમલ સાકિત કરાવી લઉં તો શરઈ એતેબારથી હું ગૂનેહગાર થઈશ? અગર હા તો હમલ સાકિત કરવાનો બીજો કોઈ હીલો હોય તો તે જણાવશો જેથી માં સાથે હજ પણ અદા થઈ જાય અને બાળકની સિહત પણ રહે.

જવાબ :– હજમાં જવાના કારણે હમલ પડાવવો દુરસ્ત નથી કારણકે હજમાં મોડું કરવું જાઈઝ છે. (શામી–ર) અલબત્ત, જો દૂધ પીતા બચ્ચાની હામિલા ઔરતનું દૂધ પીવાથી તંદુરસ્તી બગડતી હોય અને મજકૂર ઔરતના સિવાય બચ્ચાના દૂધ માટે બીજી કોઈ વ્યવસ્થા ન થઈ શકતી હોય તો હમલ માત્ર બે માસનો હોવાના કારણે તે પડાવવો જાઈઝ છે, પરંતુ જો બચ્ચાના દૂધ માટે બીજી કોઈ વ્યવસ્થા થઈ શકતી હોય તો આ સૂરતમાં હમલ પડાવવાની (તદબીર) ઉપાય કરવો દુરસ્ત નથી. (શામી –પ)

Log in or Register to save this content for later.