Chapter : હજ
(Page : 67-68)
સવાલ :– હજ કેવા મણસ ઉપર ફર્ઝ થાય છે?
જવાબઃ– જે માણસ પાસે એટલી રોકડ રકમ કે સોનું ચાંદી હોય અથવા પોતાની રહેવાની અને જીવન નિભાવના ધંધાની જરૂરતોથી વધારે ઘર, જમીન વગેરે એટલી મિલ્કત હોય કે તેને વેચીને તેનાથી હજની સીઝન દરમ્યાન આવવા–જવાનો સફર ખર્ચ અને ત્યાં રહેવા – ખાવાનો ખર્ચ અને પોતે હજ કરીને પાછા ફરતા સુધીનો પોતાના બાલ–બચ્ચાઓનો ભરણપોષણ ખર્ચ પૂરો થઈ શકે અને પોતાના શિરે કોઈ દેવું ન હોય અને હોય તો તેને બાદ કરવા પછી પણ ઉકત પ્રમાણમાં મૂડી મિલ્કત બાકી રહેતી હોય તેવા માણસ ઉપર હજ ફર્ઝ છે, તેમાં મદીનહ મુનવ્વરહ જવાનો ખર્ચ અને હજ પછી સગા સ્નેહીઓ માટે હદિયાની વસ્તુઓ લાવવાનો ખર્ચ હજ ફર્ઝ થવા પાત્ર મૂડીમાં ગણવામાં નહિ આવે. (શામી–ર)
Log in or Register to save this content for later.