Chapter : ઝકાત
(Page : 48)
સવાલ :– સામાન્ય રીતે અત્યારે એક તોલો સોનું ૧૦ ગ્રામ બરાબર ગણવામાં આવે છે, તો શું સોના–ચાંદીની ઝકાતનો નિસાબ પણ ૧૦ ગ્રામના હિસાબે ગણવામાં આવશે?
જવાબઃ– વિશ્વાસપાત્ર હિસાબ મુજબ એક તોલો ૧૧ ગ્રામ અને ૬૬૪ મિલીગ્રામ વજન બરાબર થાય છે અને આ હિસાબના આધારે મેટ્રિક પધ્ધતિના તોલમાપ મુજબ સાડા સાત તોલા સોનાનો નિસાબ ૮૭ ગ્રામ અને ૪૮૦ મિલીગ્રામ વજન બરાબર થાય છે અને સાડા બાવન તોલા ચાંદીનો નિસાબ ૬૧ર ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ વજન બરાબર થાય છે મઝકૂર વિગતથી માલૂમ પડયું કે એક તોલો ૧૦ ગ્રામ બરાબર ગણી સોના–ચાંદીના નિસાબનો હિસાબ કરવો દુરૂસ્ત નથી. (અ.ફતાવા –૪)
Log in or Register to save this content for later.