Chapter : હજ
(Page : 60)
સવાલ :– પતિ – પત્ની હજ માટે જવાનું નકકી કરે છે અને સામાન્ય રીતે હજને લગતા તમામ ખર્ચ પતિ પોતે કરતો હોય છે જેમાં પોતાની પત્નીનો તમામ ખર્ચ પણ પતિ પોતે પોતાના હાથથી ચૂકવતો હોય છે, તો આ સમયે શું એ જરૂરી છે કે પત્ની માટે થનાર ખર્ચ જેટલી રકમ અલગ કરી એ રકમની પ્રથમ પત્નીને માલિક બનાવવામાં આવે પછી પત્ની તરફથી એ રકમ તેના હાથથી જ જરૂરી ખર્ચ કરવામાં આવે, જો આ મુજબ ન કરવામાં આવે અને પતિ પોતે જ ચૂકવી આપે તો બંનેવની હજ કયા પ્રકારની કહેવાશે ? બંનેવની ફર્ઝ હજ અદા થશે ? યા પત્નીના હજના સવાબમાં કોઈ કમી આવશે?
જવાબ :– જો ઔરત પાસે એટલો માલ ન હોય કે તેણી ઉપર હજ ફર્ઝ થઈ જાય તો પતિના લઈ જવાથી તેના ઉપર હજ ત્યારે જ ફર્ઝ થશે કે પતિ પ્રથમ તેને હજ માટે પૂરતી રકમ ભેટ તરીકે આપીને માલિક બનાવી આપે જો તેને પ્રથમ હજ માટે માલિક નહિ બનાવવામાં આવે અને મકકહ મુકર્રમહ પહોચ્યાં પછી પણ ઔરત પાસે પોતાની માલિકીમાં એટલો માલ ન હોય કે હજથી ફારિગ થતાં સુધી તેનાથી ઘરનું ભાડું, ખાવા – પીવા અને હજની જગ્યાઓએ જવા માટેનું મોટર ભાડું આપી શકે, બસ પતિ તરફથી આ જરૂરતો પૂરી થવાનો સંતોષ હોય તો આ સૂરતમાં પત્નીની ફર્ઝ હજ અદા નહીં થાય, બલ્કે નફલ હજ અદા થશે અને પતિની ફર્ઝ હજ અદા થશે. જો પત્નીને ફર્ઝ હજ પઢાવવી હોય તો પ્રથમ તેને રકમની માલિક બનાવી આપવી જરૂરી છે. (શામી–ર/૧૪૩)
Log in or Register to save this content for later.