Chapter : હજ
(Page : 59)
સવાલ :– અગર બાપ પોતાના પૈસાથી દિકરાને હજ પઢવા મોકલે જયારે કે બાપ – બેટા સંયુકત રહે છે, તો શું ભવિષ્યમાં દિકરાએ હજ પઢવી પડશે, જયારે સાહિબે માલ થાય કે પછી આ હજ કાફી છે? દિકરો કહે છે કે થોડા પૈસા મારા થોડા પૈસા બાપના એમ કરે તો મસ્અલાની રૂએ શું હુકમ છે?
જવાબ :– જો બાલિગ છોકરાએ પોતે પઢેલી હજ નફલ હજની નિય્યતથી નથી પઢી, બલ્કે ફર્ઝ હજની નિય્યતથી અથવા મુત્લક હજની નિય્યતથી પઢી છે તો તેની ફર્ઝ હજ અદા થઈ ગયેલી ગણાશે અને સાહિબે માલ થયા પછી તેણે બીજીવાર હજ પઢવી જરૂરી નથી ચાહે પહેલી હજનો પૂરો ખર્ચ બાપે આપ્યો હોય કે ખર્ચની અમુક રકમ બાપે આપી હોય, બન્ન સૂરતમાં છોકરાએ ફરીવાર હજ પઢવી જરૂરી નથી. હા, જો પઢેલી હજ તેણે નફલની નિય્યતથી પઢી હતી, તો સાહિબે માલ થયા પછી હવે તેણે ફર્ઝ હજ અદા કરવા બીજી વાર હજ પઢવી પડશે. (શામી – ર/૧૪ર/૧૬૧)
Log in or Register to save this content for later.