[૧૩] હજ ફર્ઝ થતાં પહેલાં રકમ ભેટ આપવી

Chapter : હજ

(Page : 57)

સવાલ :– ઉપર જણાવ્યા પ્રમાણે માણસ પાસે પૈસા આવી જાય અને જે મહિનાઓમાં નિસાબ પ્રમાણે હજ ફર્ઝ થઈ જતી હોય તો તે મહિના આવતાં પહેલાં જ સદરહુ રકમથી બાલિગ બચ્ચાઓને અને ઔરતને પૈસા આપી દે અને નિસાબ પ્રમાણે પૈસા બાકી ન રહે તો શું હજ ફર્ઝ થશે?

જવાબ :– આ સૂરતમાં હજ ફર્ઝ નહિ થાય પરંતુ પોતાના ઉપર હજ ફર્ઝ ન થાય એ હેતુ થી આ પ્રમાણે રકમ બક્ષિસ કરી આપવી મકરૂહ છે.       (મુઅલ્લિમુલ હુજ્જાજ–૮૧)

Log in or Register to save this content for later.