Chapter : ઝકાત
(Page : 39-40)
સદકએ ફિત્રનું પ્રમાણ એક કિલો પાંચસો પંચોતેર ગ્રામ ઘઉં છે, જો રોકડ રકમ આપવી હોય તો જે તે જગ્યાએ ઘઉંનો છુટક જે ભાવ ચાલતો હોય તે જગ્યાના ભાવના હિબથી ઉપરોકત પ્રમાણમાં ઘઉંની કિંમત આપે અને ઘઉં સિવાય બીજું કોઈ અનાજ ચોખા, તુવેર, જુવાર, બાજરી, મકાઈ આપવું હોય તો એક કિલો પાંચસો પંચોતેર ગ્રામ ઘઉંની કિંમતથી બીજા પ્રકારનું જેટલું અનાજ ખરીદી શકાય તેટલું બીજા પ્રકારનું અનાજ આપવું ઝરૂરી છે.
દશાંશ પધ્ધતિથી સદકએ ફિત્રનું મઝકૂર પ્રમાણ આ રીતે સાબિત થાય છે કે હદીષ શરીફમાં અડધો સાઅ ઘઉંને સદકએ ફિત્ર બતાવેલ છે અને એક અડધા સાઅ બરાબર બે અરબી મણ થાય છે અને એક અરબી મણ ચાળીસ (૪૦) ઈસતાર બરાબર થાય છે અને એક ઈસતાર સાડા ચાર મિસકાલ બરાબર છે અને એક મિસકાલ ચાર ગ્રામ ત્રણસો ચુંમોતેર મિલીગ્રામ (૪.૩૭૪) બરાબર છે અને આ હિસાબના આધારે અડધો સાઅ (ઘઉં) ૩૬૦ મિસકાલ બરાબર થાય છે. અને ૩૬૦ મિસકાલ એક કિલો, પાંચસો ચુંમોતેર ગ્રામ ચોસઠ મિલીગ્રામ (ઘઉં) બરાબર થાય છે.
બીજી રીતે હિસાબ કરીએ તો પણ અંગ્રેજી તોલમાપથી સદકએ ફિત્રના ઘઉંનું આટલું જ વજન થાય છે જેમકે એક મિસકાલ સાડા ચાર માશા બરાબર થાય છે અને ૩૬૦ મિસકાલના ૧૬ર૦ માશા થાય છે અને બાર માશા બરાબર એક તોલો થાય છે અને આ હિસાબથી ૧૬ર૦ માશાના ૧૩પ તોલા થાય છે, એક તોલો દશાંશ (અંગ્રેજી) પધ્ધતિ મુજબ અગિયાર ગ્રામ, છસો ચોસઠ મિલીગ્રામ (૧૧:૬૬૪) બરાબર થાય છે અને આ હિસાબે પણ ૧૩પ તોલા સદકએ ફિત્ર ૧ કિલો, પ૭૪ ગ્રામ, ૬૪ મિલીગ્રામ બરાબર થાય છે.
એક નમાઝ અથવા રોઝાનો ફિદયો પણ એક સદકએ ફિત્ર બરાબર છે, માટે એક ફિદયાનું પ્રમાણ પણ દશાંશ (અંગ્રેજી) તોલ– માપથી એક કિલો, પાંચસો પંચોતેર ગ્રામ ઘઉં અથવા એટલા ઘઉંની કિંમત ગણવામાં આવશે. અમુક આલિમોના વજન મુજબ અડધો સાઅ ૧૪૦ તોલા ત્રણ માશા બરાબર થાય છે અને તેમના હિસાબે નવા તોલમાપથી સદકએ ફિત્રનું પ્રમાણ એક કિલો, છસો પાંત્રીસ ગ્રામ, ૧ર મિલીગ્રામ થાય છે, માટે સદકએ ફિત્રમાં એક કિલો, છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા તેટલા ઘઉંની કિંમત આપવામાં વધુ એહતિયાત છે અને આ જ એહતિયાત નમાઝ–રોઝાના ફિદયામાં પણ કરવામાં આવે. (જ.ફિકહ – ૧)
Log in or Register to save this content for later.